હળવદના પ્રતાપગઢ ગામે છતે પાણીએ ગામલોકોને મારવા પડતા વલખા

- text


પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી છોડાતુ ન હોવાથી ગામલોકોમાં ભારે રોષ

હળવદ : હળવદના પ્રતાપગઢ ગામે છતે પાણીએ ગામલોકોને વલખા મારવા પડી રહ્યા છે.પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં પાણી છોડાતુ ન હોવાથી ગામલોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને ગામલોકોએ પાણી પુરવઠા તંત્ર સમક્ષ પૂરતા ફોર્સથી પ્રતાપગઢ ગામની પીવાના પાણીની પાઇપલાઇનમાં પાણી છોડાવાની માંગ ઉઠાવી છે.

હળવદના પ્રતાપગઢ ગામે ઘણા સમયથી પીવા લાયક પાણી મળતું ન હોવાની ગાંમલોકોએ ફરિયાદ ઉઠાવી છે. ગામના પાણીના ટાકામા માત્ર અેક પરિવારના નળ જેટલુ જ પાણી આવે છે. અને અે પણ ક્યારેક પાણી આવે છે. આટલું ઓછું પાણી સામે ગામલોકોની સંખ્યા વધુ હોય બધાને પાણી પૂરું પડતું ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ગામનુ પાણી ક્ષારયુક્ત પાણી હોવાથી પથરી.પેટના દુખાવા અને સાંધાના દુખાવાની બીમારીનો લોકોને ભોગ બનવું પડે છે. આ પાણી પ્રશ્ને ગ્રામપંચાયતે અગાઉ મામલતદાર. ટીડીઓ, ડીડીઓ અને કલેક્ટર સુધી રજુઆત કરી છતાં પાણીની સમસ્યા હલ થઈ નથી. જો કે પીવાના પાણીની પાઇપલાઇન હોવા છતાં તંત્ર દ્વારા પાણી છોડાતુ નથી. જ્યારે પાઇપલાઇનમા અસંખ્ય ભુતીયા કનેક્શન હોવા છતાં પાણી પુરવઠાના કર્મચારીઓને કોઇ પગલા ભરતા ન હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો છે. સાથે સાથે તંત્ર સમક્ષ પુરતા પ્રેસર સાથે પીવાનુ પાણી આપવા ગામલોકોએ માંગ કરી છે.

- text

- text