માળિયા નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકને ઝડપી લેતી એસઓજી

- text


10 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો ? અને કોને-કોને વેચ્યો? તે અંગે કડક પૂછપરછ

મોરબી : મોરબી એસઓજીની ટીમે ફરી મેફેડ્રોન ડ્રગ્સના રવાડે ચડતા યુવાધનને બચાવી લીધું છે અને માળીયામાં મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કરી એસઓજીની ટીમે માળિયા નજીકથી રૂપિયા 10 લાખની કિંમતના 100 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક રાજસ્થાની શખ્સને દબોચી લીધો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો ? અને કોને-કોને વેચ્યો? તે અંગે કડક પૂછપરછ હાથ ધરી છે.

- text

મોરબી એસ.ઓ.જી. સ્ટાફ એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે પ્રયત્નશીલ હોય જે દરમ્યાન પોલીસ કોનાટેબલ ભાવેશભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે આવનાર છે અને તેની પાસે માદક પદાર્થ એમ.ડી. પાવડરનો જથ્થો છે જેથી મોરબી સર્કલ પો. ઇન્સ. પી.એચ.લગધીરકા તથા એસ.ઓ.જી.મોરબીના પો.સ.ઇ. પી.જી.પનારા તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે મોરબી-માળીયા ને.હા.રોડ ઉપર માળીયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે હકીકત મુજબના વર્ણન વાળા ઇસમની વોચમાં હતા. તે દરમિયાન હકીકતના વર્ણનવાળો ઇસમ મળી આવતા આરોપી દેવીલાલ મગારામ સેવર (ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.ખારા મહેચાન તા.સેણદ્રી જી.બાડમેર રાજ્ય રાજસ્થાન)ને માદક પદાર્થ મેફેડ્રોન(MD) વજન ૧૦૦ ગ્રામ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ના જથ્થા સાથે પકડી પાડી ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦ તથા રોકડા રુપિયા કી.રૂ.૪૫૮૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧૦,૦૯,૫૮૦ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text