ટંકારામાં નગરપાલિકા બને તો નાગરિકોને સિટી બસની સુવિધા મળે

- text


ટંકારાઃ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો અપાવવા પ્રબળ માંગ ઉઠી રહી છે. અનેક સુવિધાઓથી વંચિત એવા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળે તો ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે. જેમાંની એક અગત્યની સુવિધા છે સિટી બસ સેવા. જો ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળી જાય તો સિટી બસ સેવા શરૂ થઈ શકે તેમ છે.

- text

સિટી બસ સેવા શરૂ થાય તો ગામડા અને શહેરોમાં આવવા જવા માટે ઓછા ખર્ચે નાગરિકોને સુવિધા મળી શકે છે. લોકો ઓછા ખર્ચે, ઓછા સમયમાં અને ટ્રાફિકની ઝંઝટ વિના મુસાફરી કરી શકે તેમ છે. હાલ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો સરકારી કચેરીઓમાં કામકાજ માટે આવે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે. આ ઉપરાંત નોકરી-ધંધા માટે લોકો પણ ટંકારા આવે છે. હોસ્પિટલના કામથી અને મંદિરોમાં દર્શનાર્થે પણ લોકો નિયમિત આવતા હોય છે ત્યારે હાલ સિટી બસ સેવા ન હોવાથી લોકોને રીક્ષા કે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. જેમાં લોકોના નાણાનો વ્યય અને સમયનો વ્યય થઈ રહ્યો છે. પરંતુ જો ટંકારા નગરપાલિકા બને અને સિટી બસ સેવા શરૂ થાય તો આ તમામ ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. શહેરના જાણીતા સ્થળો જેવા કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, આર્ય સમાજ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરુકુલે આવવા-જવામાં પણ સરળતા રહી શકે છે.

- text