મોરબીના રવાપર રોડ ઉપર ફ્લેટમાં જુગાર રમતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીના ગંગા એપાર્ટમેન્ટ, ફ્લેટમા મહિલા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ત્રણ જુગારીઓને ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીના ગંગા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 603માં દરોડો પાડી જુગારનો અડ્ડો ચલાવતી નીતાબેન દેવજીભાઇ બોડા, જોશનાબેન સંજયભાઇ રાઠોડ અને સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ, રહે.મોરબી રવાપર ધુનડા રોડ સરદાર ટાવર પાસે મુળરહે.ખાખરેચી વાળાને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 23,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text