હળવદ નજીક હાઇવે ઉપર બંધ પડેલા આઇસર સાથે અથડાતા બોલેરો ચાલકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક બંધ પડેલા આઇસર ટ્રક પાછળ બોલેરો અથડાતા બોલેરો ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક રોડ ઉપર આઇસર ચાલકે પાર્કિંગ લાઈટ ચાલુ કર્યા વગર આઇસર પાર્ક કરી દેતા ગત તા. 17ના રોજ આઇસર પાછળ બોલેરો ઘુસી ગઈ હતી અને બોલેરો ચાલક પોપટભાઇ સોમાભાઇ ઠાકોરનું ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- text

આ અકસ્માતની ઘટના અંગે મૃતકના સાઢુભાઈ સંજયભાઇ રમણભાઇ સોડાલા, રહે. પૃથ્વીકોમ્પ્લેક્ષની સામે, ઠાકોર વાસ, બાવળા જી.અમદાવાદ વાળાએ આઇસર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text