મોરબીની મહિલા સંચાલિત મયુર ડેરીમાં દૂધની આવક 1,86,000 કિલોએ પહોંચી

- text


મોરબી જિલ્લાની અલગ અલગ સાત જેટલી સહકારી મંડળીઓ તેમજ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મોરબી : મોરબી જિલ્લાની અલગ અલગ સાત જેટલી સહકારી મંડળીઓ તેમજ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરીની પણ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કની ઈનામી યોજનાના નવ જેટલા બાઈક વિતરણનો કાર્યક્રમ રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને આજે મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો.

સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા,વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ગોરધનભાઈ ધામેલીયા સહિતના સહકારી મંડળીઓના પ્રમુખો અને ઉપપ્રમુખ તથા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દેશની 350 વધુની બેન્કમાં સૌથી મોટી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્ક છે. જેમાં તાજેતરમાં અમિત શાહના હસ્તે આ બૅંકને શ્રેષ્ઠ બૅંક તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્ક 8 હજાર કરોડની ડિપોઝીટ ધરાવે છે અને 5 હજાર કરોડનું ધિરાણ ધરાવતી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેન્કના ખાતેદારોના અકસ્માતમાં મોતમાં તેમના વારસદારોને 12-12 હજાર ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

મયુર ડેરીના સભ્યનું અવસાન થતાં તેના પરિવારને 80 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ તકે સહકારી ક્ષેત્રે ક્યારેય રાજકારણ લાવ્યા નથી અને રાજકારણ લાવીશું પણ નહીં. સહકારી ક્ષેત્ર માત્ર ખેડૂતો માટે અને ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થા છે. આ ઉપરાંત ટૂંકાગાળા સહકારી મંડળી અને ખાસ મયુર ડેરી ઉતરોતર વિકાસ કરી રહી છે.આખા ગુજરાતમાં માત્ર મહિલાઓ જ સંચાલિત આ મયુર ડેરી છે. 2016-17માં એની 112 મંડળીઓથી શરૂ થયેલી આ ડેરીમાં હાલ 304 મંડળીઓ છે. સરેરાશ ત્યારે પ્રતિકિલો ફેટનો 630 રૂપિયા ભાવ હતો. જે વધીને પ્રતિકિલો ફેટનો 736 રૂપિયા ભાવ છે. જેમાં દરરોજનો 35900 કિલો જથ્થા સાથે શરૂ કરી હાલ 1,86000 કિલો દૂધની સરેરાશ આવક છે.

- text

- text