રૂ. 8 લાખની ટ્રકની લોન લઈ હપ્તા નહીં ભરનાર આસામીને 16.60 લાખ ભરવા કોર્ટનો આદેશ

- text


મોરબીની અદાલત દ્વારા 30 દિવસમાં જો આસામી રકમ ન ચૂકવે તો બે મહિનાની સજા ફટકારવા કર્યો હુકમ

મોરબી : ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી ટ્રક ખરીદવા રૂપિયા 8 લાખની લોન લીધા બાદ હપ્તા નહીં ભરનાર આસામીને નામદાર મોરબીની અદાલતે 30 દિવસમાં 16.60 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. જો આસામી આ રકમ ભરપાઈ ન કરે તો બે માસની સજા ફટકારવા પણ આદેશ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અણીયારા ગામે રહેતા કસુરવાન હિંમતભાઇ બાબુભાઇ ગઢેશિયાએ વર્ષ 2015માં અશોક લેલન ટ્રક ખરીદવા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપનીમાંથી 28 હપ્તા ભરવાની શરતે 8 લાખની લોન મેળવી હતી. જો કે, ત્યાર બાદ અસામીએ લોનના હપ્તા ભરપાઈ ન કરતા કંપની દ્વારા વર્ષ 2018માં ધ નેગશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે મોરબીની અદાલતમાં કેસ કર્યો હતો.

- text

જે અંગેનો કેસ ચાલી જતા નામદાર અદાલત દ્વારા કસુરવાન હિંમતભાઇ બાબુભાઇ ગઢેશિયાને 30 દિવસમાં લોનપેટેના ચડત વ્યાજ સહિત રૂપિયા 16.60 લાખ ચૂકવી દેવા હુકમ કરી જો રકમ ચુકવવામાં કસૂર થાય તો બે મહિનાની સાડી કેદની સજા ફટકારવા હુકમ કર્યો હતો. આ કેસમાં કંપની વતી એડવોકેટ વિજય જે પટેલ અને પ્રકાશ બી.સાધુ રોકાયેલા હતા.

- text