મોરબીના ગ્રીનચોક પાસેના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા રજુઆત

- text


ગેરકાયદે મકાન-પ્લોટ પચાવી પાડતા હોવાથી સ્થાનિકોએ તેમના વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કરી તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન કરી શકે તેવો હુકમ ફરમાવવાની માંગ કરી

મોરબી : મોરબીના ગ્રીનચોક પાસેના વિસ્તારોમાં અમુક શખ્સો ગેરકાયદે મકાન-પ્લોટ પચાવી પાડતા હોવાની કલેકટરને રાવ કરી સ્થાનિકોએ તેમના વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કરી તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન કરી શકે તેવો હુકમ ફરમાવવાની માંગ કરી હતી.

મોરબીની મધ્યે આવેલ ગ્રીન ચોક, સોની બજાર, દરબારગઢ, મોરબી નગર પાલીકાના હૃદ વિસ્તારમાં આવેલ હનુમાનદેરી શેરી વિસ્તારમાં ઘણી પેટા શેરી, ગલીનો સમાવેશ થાય છે. જેમાં મધુર ચોકથી ખોડિયાર મંદિર સુધી, ખોડિયાર મંદિર સામે રાજુભાઈ શાહની શેરી, તેની સામે ઘોડાફળી, તથા હનુમાનજીના મંદિર પાસેથી ગરબી ચોક સુધી, વિષ્ણુભાઇ મહેતાના મકાનથી મનુભાઈ ફૂલવાળી શેરી, દરબાર ગઢ, મહેન્દ્રડ્રાઈવ રોડ, અશોકાલય પાસે સહિતના વિસ્તારોમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ મોરબી સ્ટેટ (રજવાડા)ના સમયગાળાથી થયેલ છે. જૂના સમયમાં આ વિસ્તારમાં રહેતા લોકો મોરબી સ્ટેટ (રજવાડા)માં પોતાની ફરજ બજાવી મોરબીના ગૌરવસભર ઈતિહાસમાં મહત્વપૂર્ણ ફાળો નોંધાવેલ છે અને હાલમાં, તેઓના વારસદારોના ઘણાખરા પરિવારો આ વિસ્તારમાં કાલ રહે છે. પરંતુ, અમુક વિધર્મી લોકો આ વિસ્તારમાં અયોગ્ય રીતે રહેણાંકના મકાનો ખરીદી કરાવી પાડવાની પેરવી કર્યો રહે છે.

- text

વધુમાં આ વિસ્તારમાં વિધર્મીઓના મકાન ખરીદવાથી વર્ષોથી અહીં રહેતા સમુદાયની વ્યક્તિઓની જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તેમ છે તેમજ વિસ્તારમાં સમુદાયની સુમેળતામાં ખલેલ ઊભી થાય તેમ છે. આથી સ્થાનિકોએ તેમના વિસ્તારોને અશાંત વિસ્તાર જાહેર કરી તંત્રની મંજૂરી વગર કોઇપણ રહેણાંક મકાન કે પ્લોટનું વેચાણ ન કરી શકે તેવો હુકમ ફરમાવવાની માંગ સાથે કલેકટરને રજુઆત કરી છે.

- text