બીમારીના વાયરા વચ્ચે જાણો શું છે સ્વાઈન ફલૂ

- text


રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલના સૌરાષ્ટ્રના એકમાત્ર તાવ અને ગંભીર ઇન્ફેકશનના નિષ્ણાત ડૉ કૃતાર્થ કાંજીયા સાથે ખાસ વાતચીત

મોરબી : અત્યારે સૌરાષ્ટ્રમાં તાવ અને શરદી ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત સ્વાઈન ફ્લૂના પણ ઘણાં ગંભીર કેસો સામે આવી રહ્યા છે ત્યારે મોરબી અપડેટના વાંચકો માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલના સૌરાષ્ટ્રના એકમાત્ર તાવ અને ગંભીર ઇન્ફેકશનના નિષ્ણાત ડૉ કૃતાર્થ કાંજીયાએ મહત્વની જાણકારી આપી છે.

સૌ પ્રથમ તો FLU એ શું છે ? એ જાણીએ તો, Flu એ ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણથી થતી શ્વસન તંત્ર ની બીમારી છે જે ગળું, શ્વાસ નળી અને ફેફસાં સંક્રમિત કરે છે. આ વાયરસ ચાર પ્રકારના હોય છે A,B,C,D સ્વાઇન ફ્લુ (H1N1) A પ્રકારનો વાયરસ છે. D virus મનુષ્ય માં જોવા મળતો નથી.

FLU કઈ રીતે ફેલાય છે?
ફ્લૂની બિમારી ધરાવતા લોકો જ્યારે ખાસે અથવા છીક આવે કે બોલે ત્યારે તેમના મોઢામાંથી બહાર પડતા ટીપાઓ દ્વારા ફ્લુના વાયરસ ફેલાય છે. આ ટીપાઓ જે વ્યક્તિ તેમની નજીક હોય તેમના મોઢા અને નાકમાં જઈને ઇન્ફેક્શન કરે છે, આ ઉપરાંત જે વસ્તુ ઉપર ફ્લૂના વિષાણુ હોય તેમનો સ્પર્શ કરી પોતાના મોઢા અને આંખને સ્પર્શવાથી flu લાગી શકે છે.

FLU ના લક્ષણો શું છે?
જે લોકોને flu થયો હોય તેમને તાવ આવે, ખાસી, ગળું બેસી જવું, માથાનો દુખાવો, નબળાઈ, સ્નાયુ અને શરીરમાં દુખાવો, ઊલટી કે નાક બંધ થઇ જવું વગેરે લક્ષણો જોવા મળે છે. ઘણા દર્દીને ૨થી ૩ અઠવાડિયા સુધી ઉધરસ આવે છે.

Flu થવાનું જોખમ કોને વધારે હોય છે? Flu કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે પરંતુ જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને flu થવાનું જોખમ વધારે હોય છે.
૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકો, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ડાયાબિટીસ લીવર અને કિડની ના દર્દી તથા એચઆઇવી અને કેન્સરના દર્દીને ગંભીર Flu અને ન્યૂમોનિયા થવાનું જોખમ વધારે હોય છે.

- text

Flu નો ફેલાવો અટકાવવા માટે લોકોએ રેગ્યુલરલી હાથ સાબુથી ધોવા, તાવ અને શરદી વાળા વ્યક્તિથી દૂર રહેવું અને ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢું અને નાક રૂમાલથી ઢાંકીને રાખવા જોઈએ

ફ્લૂનું નિદાન ?
દર્દીને લક્ષણો જણાય તેના નાક અથવા ગળામાંથી સેમ્પલ લઈ તેના ઉપર RT PCR ટેસ્ટ કરીને flu નું નિદાન કરવામાં આવે છે.

Flu સારવાર કઇ રીતે કરવામાં આવે છે?
જે દર્દીને ઇન્ફેક્શન હોય તેને ઘરે પોતાની જાતને અલગ રૂમમાં રાખવી અને તાવ અને ઓક્સિજન લેવલ ચેક કરતા રહેવું અને જો લક્ષણો વધારે જણાય તો ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની સલાહ લેવી. દર્દીને oseltamivir નામની એન્ટીવાયરલ દવા આપવામાં આવે છે. આ ઉપરાંત જે દર્દીને ન્યુમોનિયાની અસર વધારે હોય અને ઓક્સિજન લેવલ ઓછું હોય તેમને ICUમાં સારવાર કરવામાં આવે છે.

Flu થી બચવું કઈ રીતે?
Flu થી બચવા માટેનો એકમાત્ર સરળ અને સસ્તો ઉપાય છે રસીકરણ. ફ્લૂની રસી દર વર્ષે આપવામાં આવે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, છ મહિનાથી નાના બાળકો, ૬૫ વર્ષથી વધારે ઉંમરનાવૃદ્ધો, લીવર કીડની ફેફસાં અથવા ડાયાબિટીસની બીમારી હોય તે લોકોએ flu રસી લેવી જોઈએ. રસી લેવાથી flu થવાનું જોખમ ૪૦થી ૬૦ ટકા ઘટી જાય છે અને ICUમાં દાખલ થવાનું જોખમ ૪૦થી ૫૦ ટકા ઘટી જાય છે. Flu ની સારવાર માટે તથા ફ્લૂની રસી લેવા માટે આજે જ તમારા ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નો સંપર્ક કરો

- text