INDVsPAK: એશિયા કપમાં બીજી વખત ફરી ટકરાઇ શકે છે ભારત અને પાકિસ્તાન

- text


એશિયા કપમાં સુપર-4 ફેઝમાં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાઇ શકે છે

મોરબી : એશિયા કપ 2022માં ભારતે પોતાના મિશનની શરૂઆત જીત સાથે કરી છે. 28 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને પોતાના મિશનનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન ફેન્સને રોમાંચક મેચ જોવા મળી હતી. એક લાંબા સમય પછી ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને હતી.

હવે ફેન્સને ફરી આ બન્ને ટીમ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. આ એશિયા કપમાં બે વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ શકે છે. કારણ કે સમીકરણ આ રીતના બની રહ્યા છે.

એશિયા કપના પોઇન્ટ ટેબલની સ્થિતિ

એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લઇ રહી છે જેને 3-3ના ગ્રુપમાં વેચવામાં આવી છે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન અને હોન્ગકોન્ગ છે. જ્યારે ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ છે. ગ્રુપ એમાં અત્યારે ભારત નંબર-1 પર છે. પાકિસ્તાન નંબર-2 પર અને હોન્ગકોન્ગ નંબર એક પર છે.

હવે ભારત અને પાકિસ્તાન બન્નેનો મુકાબલો હૉન્ગકોન્ગ સામે છે, જો બન્ને ટીમ પોતાની મેચ જીતી જાય છે તો કોઇ પણ ઉલટફેર નથી થતો. તો પોઇન્ટ ટેબલની તસવીર સ્પષ્ટ થશે, જેમાં પોતાના ગ્રુપમાં ભારત નંબર વન અને પાકિસ્તાન નંબર 2 પર રહેશે.

- text

કઇ રીતે ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે

લીગ મેચ પછી સુપર-4 ફેઝની શરૂઆત થશે જ્યા પોત પોતાના ગ્રુપની ટોપ-2 ટીમની મેચ રમાશે. એવામાં ભારત અને પાકિસ્તાનની ટીમ ચાર સપ્ટેમ્બરે આમને-સામને આવી શકે છે, કારણ કે અહી A1 અને A2 ટીમની મેચ રમાવાની છે, માટે આ રવિવાર સાંજે 7.30 વાગ્યે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનનો જંગ જોવા મળશે.

આ મુકાબલા સિવાય ભારતને સુપર-4 ફેઝમાં વધુ બે મેચ રમવાની છે જે બાંગ્લાદેશ-શ્રીલંકા અથવા પછી અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાઇ શકે છે. જો ભારતીય ટીમ આ મુકાબલાને જીતે છે તો તે ફાઇનલમાં પહોચી શકે છે. બીજી તરફ પાકિસ્તાન પણ આ ટીમ વિરૂદ્ધ રમવુ પડશે, એવામાં તેની પાસે પણ ફાઇનલમાં પહોચવાની તક હશે.

ભારત-પાકિસ્તાનની ટીમનો સામનો એશિયા કપની ફાઇનલમાં પણ થઇ શકે છે. જો 11 સપ્ટેમ્બરની સાંજે 7.30 વાગ્યે દૂબઇમાં રમાશે.

- text