મોરબીમાં ઇકોફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપમાં હોંશભેર ભાગ લેતા ભક્તો 

- text


રોટરી ક્લબ-મોરબી દ્વારા યોજાયો વર્કશોપ

મોરબી : ગણેશોત્સવ નજીકમાં જ છે ત્યારે રોટરી ક્લબ મોરબી દ્વારા ઇકોફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો 35 થી 40 લોકોએ લાભ લીધો હતો.

ઇકોફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપમાં આર્ટિસ્ટ કમલેશભાઈ નગવાડિયાએ માટીના ગણપતિ બનાવવાનું શીખવાડ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન અમિતભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ જોશી, ઇન્ટરેક્ટ પ્રમુખ મિતભાઈ મહેતા તથા તેમની ટીમ, રોટરી મેમ્બર્સ રવિનભાઈ, હરીશભાઈ શેઠ, બંસીબેન શેઠ, પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રષેશ મહેતા વગેરેના સહયોગથી ઓમ શાંતિ વિદ્યાલયની જગ્યામાં આયોજિત વર્કશોપને સારો પ્રતિસાદ મળ્યો હતો. રોટરી ક્લબનો હેતુ છે કે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આ તકે એબીબીપીના સભ્યોએ મુલાકાત લીધી હતી.

- text

- text