પંચાશિયા પ્રાથમિક શાળાને બાંકડા અને સ્ટીલની ડિસ ભેટ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામની પ્રાથમિક શાળામાં રાણપર શાળાના આચાર્યના સહયોગથી હેતલબેન પનારા દ્વારા શાળાના બાળકોને બેસવા માટે બાંકડા અને મધ્યાહન ભોજન માટે સ્ટીલની ડિશ ભેટ આપી હતી.

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામની પ્રાથમિક શાળામાં રાણપર પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઇ પનારાના સહયોગથી હેતલબેન પનારા દ્રારા પંચાશિયા પ્રાથમિક શાળાને બેસવા માટે ૧૩ નંગ બાંકડા તેમજ મધ્યાન ભોજન યોજનાનો લાભ લેતા બાળકો માટે ૧૦૦ નંગ સ્ટીલની ડિસ ભેટ મળેલ છે. જે બદલ પંચાશિયા પ્રાથમિક શાળા પરિવાર એસ.એમ.સી. તેમજ મધ્યાહન ભોજન યોજના ના સંચાલક દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

- text

- text