રફાળેશ્વર બઘડાટી પ્રકરણમાં સામસામી ફરિયાદ નોંધાઈ

- text


એકપક્ષે બળજબરીથી લારી ગલ્લા વાળા પાસે નાણાંની ઉઘરાણી કરવા મામલે તેમજ બીજા પક્ષે છેડતી જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે બે દિવસ પૂર્વે સાંજના સમયે બઘડાટી બોલી જવા પ્રકરણમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં એકપક્ષે બળજબરીથી લારી ગલ્લા વાળા પાસે નાણાંની ઉઘરાણી કરવા મામલે તેમજ બીજા પક્ષે છેડતી જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ફરિયાદ નોંધવાઈ છે.

રફાળેશ્વર માથાકૂટ પ્રકરણમાં ગેરેજ સંચાલક દશરથભાઇ રઘુભાઇ માકાસણા, રહે. પટેલનગર, આલાપ સોસાયટીની બાજુમાં, રવાપર રોડ, મોરબીવાળાએ આરોપી અજયભાઇ ચૌહાણ, અજયભાઇના પત્નિ અને અજયભાઇના બહેન રહે. તમામ, રફાળેશ્વર, તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ગત તા.27ના સાંજના સમયે આરોપીઓ દ્વારા રફાળેશ્વર મેળાના ત્યોહારમાં ખાણીપીણીની લારીઓ વાળા પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અજયભાઈએ ડીસમીસ તથા કુહાડી જેવા પ્રાણઘાતક હથિયાર વડે હાથે તથા પીઠના ભાગે ઇજા કરી અન્ય સાહેદોને માથામાં તથા આંખ ઉપર કપાળમાં તથા સાથળના ભાગે ગંભીર ઇજાઓ કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કરવા અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સામાપક્ષે સુનિતાબેન ખીમજીભાઇ ત્રિકુભાઇ પરમારે આરોપી અંતિમસિંહ, અંતિમસિંહના ભાઇ, રહે. રંગપર (બેલા), કટીંગ ટાઇલ્સના કારખાના વાળા ભરવાડ, ગેરેજવાળા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, તેમના ભાઇ અજયભાઈએ રફાળેશ્વર મેળા ત્યોહાર દરમ્યાન પાર્કીંગ પોઇન્ટ રાખેલ હોય જે પાર્કિગ પોઇન્ટમાં વાહનો પાર્ક કરવામાં મગફળીની લારી તથા પાણીપુરીની લારીઓ અડચરણરૂપ થતી હોય જે લારીઓ ખસેડવા કહેતા ગેરેજ વાળા પટેલભાઈને સારૂ નહીં લાગતા ઝઘડો કરી અન્ય સહ આરોપીઓને બોલાવી એકસંપ કરી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી અજયને માથામાં ફેકચર જેવી ગંભીર ઇજા કરી ફરિયાદીને શારીરીક અડપલા કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી હોવાનું જણાવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૫, ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૧)(ડબલ્યુ)(૧), ૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્ને તરફ તપાસ શરૂ કરી છે.

- text