મોરબીમાં હાલ મોટર સાયકલમાં બેસી જા કહી મહિલાનું બાવડું પકડી લીધું

- text


મચ્છુનગરમાં બનેલા બનાવમાં પતિ આવી જતા જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની રાવ

મોરબી : મોરબીના મચ્છુનગરમાં પરિણીતાનું બાવડું પકડી લઈ એક શખ્સે બળજબરીથી મોટર સાયકલમાં બેસાડવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન પરિણીતાનો પતિ આવી જતા જાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મચ્છુનગર સોનેટા કારખાનાની સામે રહેતા કોકીલાબેન સુરેશભાઇ સોલંકી શેરીમાં ઉભા હતા ત્યારે મચ્છુનગરમાં જ રહેતાચતુરભાઇ પ્રજાપતિએ મોટર સાઇકલમાં આવી કોકિલાબેનનું બાવડુ પકડી મોટર સાઇકલ માં બેસી જવાનુ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

 

દરમિયાન પ્રતિકાર કરનાર કોકિલાબેનને ચતુરભાઈએ જાહેરમા ગાળો બોલી જાતિ વિરૂધ્ધ અપ-શબ્દો બોલી તેમના પતિ સાથે ઝપાઝપી કરતા આ મામલે કોકિલાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકા પોલીસે ઘટના અંગે આઈપીસી કલમ ૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા એટ્રોશીટી એકટ ની કલમ-૩(૧)(R)(S), ૩(૧)(W)(1), ૩(૨)(૫-એ) મુજબ ગુન્હો દાખલ કરી હાલમાં તપાસ શરૂ કરી છે.

- text