તલવાર સાથે આંતક મચાવનાર કોન્ટ્રાક્ટરે કારખાનેદાર વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી

- text


સ્પેન્ટાગોન સિરામિક બઘડાટી પ્રકરણમાં ઘરમાં તોડફોડ કરી મોટર સાયકલ સળગાવ્યાની ફરિયાદ

મોરબી : મોરબીના રંગપર રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેકટરીમાં જનરેટર કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લી તલવાર સાથે આંતક મચાવવા પ્રકરણમાં કોન્ટ્રાક્ટરે કારખાનેદાર વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી ઘરમાં તોડફોડ કરી મોટર સાયકલ સળગાવી દેવામાં આવ્યું હોવાનું તાલુકા પોલીસ મથકમાં જાહેર કર્યું છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર ગામે હરીપ્રકાશ કોમ્પલેક્ષમાં હાઇટેક પાવર સોલ્યુશન્સ નામની પેઢી ધરાવતા મૂળ લુધીયાણા પંજાબના રણદીપસિંગ પરમજીતસિંગ જટ્ટએ આરોપી પ્રકાશભાઇ, પિન્ટુભાઇ, રજનીભાઇ,બમંથનભાઇ અને વિશાલભાઇ રહે.બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવત જાહેર કર્યું હતું કે,તા.27ના રોજ બપોરના દોઢેક વાગ્‍યાના અરસામા ફરિયાદી રણદીપસિંઘ સ્પેન્ટાગોન સીરામીક કારખાનામા જનરેટરનો ઓપરેટર તથા સ્પેરપાર્ટનો કોન્ટાક્ટ હોય તેનો હિસાબના નવ લાખ રૂપિયા લેવા માટે તેની ઓફિસે ગયેલ અને હિસાબના રુપિયા માગતા જે સારુ નહિ લાગતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તેમજ સાહેદ યોગેન્દ્રને લાકડાના ધોકાથી માર મારી બાદમાં તેમના ઘરની બહાર ઉભા રહી પથ્થરના છુટા ધા કરીને ઓફિસનો કાચ તથા મકાનની બારીઓના કાચ તોડી નાખી, મકાનના પાછળના ભાગે એસી. ના કમ્પ્રેશર તથા ઉપરના માળનુ એસી છુટા પથ્થરના ધા કરી તોડી નાખી નુકશાન કરી ઘરની બહાર પડેલ બજાજ મોટર સાઇકલ સળગાવી નાખી નુકશાન પહોચાડ્યું હતું.

આ મામલે મોરબી તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૪૩૫,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ કારખાનેદાર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text