વેણાસર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

- text


માળિયા (મી.): દેશની ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને જાણકારી મળે અને જાગૃતતા આવે તે માટે વેણાસર પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

તારીખ 24 ઓગસ્ટના રોજ વેણાસર પ્રાથમિક શાળામાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ શાળાના વિવિધ ખાતાઓની ફાળવણી માટે ચૂંટણી યોજી હતી અને વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ મોબાઈલના ઉપયોગ વડે ઇવીએમ મશીનથી વિવિધ ખાતાઓ માટે વિદ્યાર્થી ઉમેદવારોને મત આપ્યા હતા. આમ બાળ સંસદ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીની ભાવના તેમજ ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી.

- text

- text