લીલાપર ચોકડીએ અર્ટિગા કારે હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રી, પૌત્રને ઇજા

- text


મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરી એક્ટિવા મોટર સાયકલ ઉપર પરત ફરી રહેલા પિતા, પુત્રી અને પૌત્રને અર્ટિગા કારના ચાલકે હડફેટે લેતા પુત્રી અને પૌત્રને ઇજા પહોંચી હતી જ્યારે સદનસીબે આધેડને કોઈ ઇજા પહોંચી ન હતી. આ અકસ્માત સર્જી કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાઘપરામાં રહેતા દિપકભાઇ ગાંડુભાઇ ગોગરા ગઈકાલે સાંજે લીલાપર ગામે આવેલા મેલડી માતાજીના મંદિરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે લીલાપર ચોકડીએ પહોંચતા મારૂતી સુઝુકીની અર્ટિગા કાર નંબર GJ-36-AC-8508ના ચાલકે એક્ટિવા સાથે અકસ્માત સર્જતાં દીપકભાઈની પુત્રી પુજા તથા પૌત્ર માહીરને ઇજા પહોંચાડી પોતાની કારી મુકી નાસી ગયો હતો.

- text

અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે દીપકભાઈની ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text