પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા કલેકટરની સૂચના

- text


જિલ્લા કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ

મોરબી : સંકલન બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુછારે સીએમ ડેશ અંતર્ગત વિવિધ વિભાગોના પેન્ડિંગ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોએ ઝડપી જવાબ આપી આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા તાકીદ કરી હતી. વધુમાં એપ્રેન્ટિશિપ અંતર્ગત વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ઉપરાંત ઇ-શ્રમ કાર્ડ અંગે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તથા વધુને વધુ મજૂરોના આશ્રમ કાર્ડ બનાવવામાં આવે તેવી તાકીદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આગામી ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન ઈ-શ્રમ કાર્ડ માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં લમ્પી બાબતે પણ એક્ટિવ કેસ તથા રસીકરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

- text

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર ઝાલા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, નાયબ પશુપાલન નિયામક કે.આર. કટારા, ઇન્ચાર્જ મદદનીશ શ્રમ આયુક્ત મેહુલભાઈ હિરાણી તથા સંબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text