જેતપર ગામે યુવાન પર હુમલો કરનાર માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરો : કલેકટરને આવેદન આપ્યું

- text


ગ્રામ પંચાયત તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સાથે ગામલોકોએ એસપી અને કલેકટરને આવેદન આપી માથાભારે શખ્સો ખનીજ ચોરી, ગેરકાયદે દબાણ અને હુમલા કરવામાં માહેર હોવાનો આક્ષેપ કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલાને પગલે ગ્રામજનોએ આજે સજ્જડ બંધ પાળી કલેકટર અને એસપીનો આવેદન આપ્યું હતું. જેમાં ગામલોકોએ માથાભારે શખ્સો ખનીજ ચોરી, ગેરકાયદે દબાણ અને હુમલા કરવામાં માહેર હોવાનો આક્ષેપ કરી દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જેતપર ગ્રામ પંચાયત તથા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નેજા હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેકટર અને એસપીને આવેદન આપીને જણાવ્યું હતું કે ગઈકાલે યુવાન ઉપર હુમલો કરનારા આરોપીઓ માથાભારે તત્વોની છાપ ધરાવે છે. નદીમાંથી ખનીજ ચોરી કરીને ગામમાં ગેરકાયદે પેશકદમી કરીને હુમલાઓ કરવાની ટેવવાળા છે.જેમાં જાહેર જગ્યાએ આંગણવાડી પાસે ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવીને ભાડે આપી દીધી છે. આ ઉપરાંત આ માથાભારે શખ્સોએ નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરી ખેડૂતોને જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. અગાઉ પણ આરોપીઓના હુમલાથી એક પરિવાર હિજરત કરી ગયો હતો અને ગ્રામજનોએ યેનકેન પ્રકારે કનડગત કરતા હોવાથી અને યુવાન ઉપર ખૂની હુમલો કર્યો હોવાથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text