મોરબી તિરંગા એકત્રિત અભિયાન અંતર્ગત 10 હજાર રાષ્ટ્રધ્વજ એકત્રિત થયા

- text


ક્રાંતિકારી સેના દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન થતું અટકાવવા હાથ ધરાયું હતું અભિયાન

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.આ અભિયાન બાદ તિરંગા રોડ રસ્તા પર કે કચરામાં ન ફેંકી તેનું અપમાન થતું અટકાવવા ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રિત અભિયાન હાથ ધરાયું છે.જેમાં લોકોએ જાતે જ આવીને 10 હજાર જેટલા તિરંગા પરત કર્યા હતા.

આઝાદીના 75 વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે સરકાર દ્વારા હર ધર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ જે 15 ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજ જ્યા ત્યાં રખડતા હોય અને દેશની આન બાન અને શાનનું અપમાન થયું હોય તેને રોકવા માટે ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રિત અભિયાન કરવામાં આવ્યું હતું.તેમાં લોકોએ પોતાની જવાબદારી સમજી સ્વયંભૂ પોતાના નજીકના સેન્ટરે તિરંગા આપ્યા હતા. હજુ પણ ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રીત અભિયાન પણ ચાલુ રાખવામાં આવ્યું છે.મોરબી શહેરમાં 30 જેટલા સેન્ટરો છે. ત્યાં મોરબીના નાગરિકો તિરંગો જમા કરાવી શકે છે.અત્યાર સુધીમાં અંદાજે 10000 જેટલા તિરંગા જમા થયેલ છે.

- text

- text