મોરબીના પોશ વિસ્તારમાં તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું : સવા બે લાખની મતા ચોરાઈ

- text


 

મોરબી : મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ ઉપર તસ્કરોએ એક ઘરને નિશાન બનાવ્યું છે. આ ઘરમાંથી તસ્કરોએ રૂ. સવા બે લાખની મતા ચોરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર રોડ ઉપર 5-શક્તિપ્લોટમાં સેલ પેટ્રોલ પમ્પ સામે, બેન્ક ઓફ બરોડાની બાજુમાં રહેતા સંજયભાઈ ભોગીભાઈ વોરા ( મહાવીર ચશ્માઘરવાળા)ના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરમાંથી રૂ. 1.75 લાખ રોકડા અને રૂ. 50 હજારની કિંમતની સોનાની બુટી તેમજ લેડીઝના 25 જોડી કપડા અને 1 મોબાઈલ ફોન ચોરી ગયા છે.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text