વાંકાનેરમાં ગણેશોત્સવ માટે જગ્યા ટોકનભાવે ન મળતા નારાજગી: જીતુ સોમાણીએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન

- text


 

રાજકીય ઈશારે આવુ થઈ રહ્યું હોવાનો આક્ષેપ

વાંકાનેર : વાંકાનેરમાં ગણપતિ ઉત્સવ સમિતિ આયોજિત ગણેશ મહોત્સવ માટે આ વખતે પાલિકાએ જગ્યા ટોકન ભાવે ન આપતા જીતુભાઇ સોમાણીએ તેના વિરોધમાં આજથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સાથે રાજકીય ઈશારે આવુ થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

જીતુ સોમાણીએ આ અંગે કહ્યું કે તા.૩૦-૭-૨૦૨૨ ના જનરલ બોર્ડમાં અમોએ જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માંગણી કરેલ. જે જનરલ બોર્ડએ ત્રણેય કાર્યક્રમ માટે મંજુર કરી રૂ।. ૫૦૦૦/- ટોકન રેઇટથી સર્વાનુમત્તે મંજુર કરેલ છે. અમોને ગ્રાઉન્ડ આપવામાં આવેલ છે જે અંગેની નગરપાલિકા દ્વારા રકમ ભરવાની જાણ કરવામાં આવેલ નથી.કે મંજુરીનો પત્ર આપવામાં આવેલ નથી.

તા. ૫-૮-૨૦૨૨ ના રોજ રાજકોટ રીજીયોનલ કમિશ્નરમાં નગરપાલીકાની ૨૫૮ મુજબ જે મુદત હતી તેમાં ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઇ વોરા અને ઇન્ચાર્જ ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા તથા નગરપાલીકા વાંકાનેરના હેડ કલાર્ક દિપકસિંહ ઝાલાની હાજરીમાં આ ગ્રાઉન્ડની થયેલ ચર્ચા મુજબ કમિશ્નરે સુચના આપેલ કે ધાર્મિક કાર્ય હોઇ અને વર્ષોથી જે ઉત્સવ આ જગ્યા પર થતો હોઇ તેને આ ગ્રાઉન્ડ ટોકન ભાડાથી આપવું તેવી સહમતી દર્શાવી હતી.

વધુમાં જીતુભાઈએ ઉમેર્યું કે હું જાણું છું ત્યાં સુધી ગુજરાતમાં અમોએ એવું સાંભળેલું નથી કે લોકો ધાર્મિક ઉત્સવ ઉજવાતાં હોય, ધર્મ માટે ઉત્સવ ઉજવાતાં હોઇ અને વર્ષોથી એક જ જગ્યા ઉપર ધાર્મિક ઉત્સવો ઉજવાતાં હોઇ તેવી જગ્યાની જાહેર હરાજી થાય તેવું આજ દિવસ સુધી અમારી જાણમાં નથી કે અમોને કોઇ જગ્યાએ વાંચવામાં કે સાંભળવામાં આવેલ નથી.

- text

આ શાખાનું ગ્રાઉન્ડ હિન્દુ ધર્મના ઉત્સવ માટે માંગેલ છે, અને અમો વર્ષોથી હિન્દુ ધર્મના ધાર્મિક ઉત્સવો અહીં જ ઉજવીએ છીએ. પરંતુ આ ગ્રાઉન્ડ અમોને નહિ આપવામાં આવે તો સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાશે, ઉપરાંત સમસ્ત હિન્દુ સમાજમાં રોષની લાગણી ફાટી નિકળશે. વહીવટદાર દ્વારા જે કાર્યવાહી થઇ રહી છે. તે રાજકીય નેતાના ઇશારે થઇ રહી છે. તે હિન્દુ સમાજ શાંખી નહી લે. આગામી દિવસોમાં ધર્મો માટે જે પણ લડત કરવાની થશે તેના માટે હિન્દુ સમાજ હમૈશા માટે તૈયાર રહેશે. રાજકોટ શહેરમાં ત્રિકોણ બાગ ચોકમાં જીમી અડવાણી જે જગ્યા ઉપર ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તે જગ્યા પણ મહાનગરપાલિકાની છે. તો ત્યાં આજ દિવસ સુધી આ જગ્યાની હરાજી કરેલ નથી. જેનું એક જ વ્યકિત દ્વારા આયોજન કરવામાં આવે છે. અને તેનેજ આ જગ્યા આપવામાં આવે છે. તો એવી જ રીતે વાંકાનેરમાં ગણપતી ઉત્સવ સમિતી દ્વારા વર્ષોથી ધાર્મિક ઉત્સવો ઉજવી રહયાં છીએ તો અમારી સાથે આવો અન્યાય શા માટે અને અન્યાયનું કારણ શું ?

મહારાષ્ટ્ર મુંબઇ મહાનગર ખાતે લાલબાગ કા રાજા હિન્દુ સમાજના લોકો માટેનું આસ્થાનું કેન્દ્ર છે તેવી જ રીતે વાંકાનેર તાલુકા અને શહેરમાં રહેતા હિન્દુઓ માટે માર્કેટ ચોકના રાજા પણ આસ્થાનું કેન્દ્ર છે. અને લોકોની માર્કેટ ચોકના રાજા સાથે આસ્થા જોડાયેલ છે. તેમજ ૧૦ દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં ભાવિ ભકતો માર્કેટ ચોકના રાજા ગણપતી ઉત્સવના પંડાલમાં બિરાજમાન દુંદાળા દેવના દર્શન કરી હજારો લોકો ધન્યતા અનુભવે છે. ત્યારે આ વહીવટદારની તાનાશાહીના કારણે જો અમોને આ ગ્રાઉન્ડ નહી મળે તો હજારો ભાવિ ભકતોની આસ્થાને ઠેસ પહોંચશે. જીતુભાઇ સોમાણીએ અંતમાં જણાવ્યું કે ત્યારે હિન્દુ સમાજની આ લડાઇમાં આજે સોમવારના રોજથી ઉપવાસ ઉપર બેસી ગયેલ છું. અને મારા છેલ્લા શ્વાસ સુધી હિન્દુ ધર્મ માટે લડાઇ લડતો રહીશ.

- text