કોરોના અપડેટ : નવા 5 કેસ નોંધાયા, 25 દર્દી રિકવર થયા

- text


 

 

મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 44 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 407 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યના 4, ટંકારા ગ્રામ્યના 1 મળી 5 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 21, હળવદના 1, ટંકારાના 2 અને માળિયાના 1 મળી કુલ 25 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 44 થઈ ગયા છે.

- text