હળવદના ચરાડવા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 71,200 સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી ત્રિભોવનભાઇ છગનભાઇ સોનગ્રા, હકાભાઇ છલાભાઇ સાટકા, જગાભાઇ મયાભાઇ રાવા, બેચરભાઇ કરમશીભાઇ ગોલતર અને ફારુકભાઇ અલીભાઇ મુલતાનીને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 71,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text