સાપકડામાં મુક્તિધામના લાભાર્થે સંતવાણી યોજાશે

- text


સ્મશાનમાથી મુક્તિધામ બનાવવા ઢળતી સાજે ત્રણ હજાર દિવડા પ્રગટાવાશે

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે શનિવારે મુક્તિધામના લાભાર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામાંકિત કલાકારો ભજનની રમઝટ બોલાવશે.

હળવદ તાલુકાના સાપકડા ગામે તારીખ 13/8/2022ને શનિવારે રાત્રે 9:00 કલાકે સમસ્ત ગ્રામજનો દ્વારા મુક્તિધામ ના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન સાપકડા ગામે આવેલ મુક્તિધામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

સાપકડા ગામે યોજાનાર સંતવાણીમાં તબલા માસ્ટર હરિરામ સાધુ અને બેન્જો માસ્તર અરુણભાઈ પટેલના સથવારે ભજનીક પ્રવિણદાન ગઢવી, ભરતદાન ગઢવી,લોક સાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી,હસમુખભાઈ ચાવડા અને વાસુદેવભાઈ ચાવડા ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.

- text

વધુમાં સાપકડા ગ્રામ પંચાયતના સરપંચ નટુભાઈ કણજારીયાએ જણાવ્યું હતું કે સમસ્ત ગ્રામજનો દ્વારા મુક્તિધામના લાભાર્થે યોજાનાર સંતવાણીની સાથે સાથે ગામના સ્મશાનને મુક્તિધામ બનાવવા ઢળતી સાંજે એક સાથે 3000 દિવડા પ્રગટાવવામાં આવશે ગામમાં યોજાના સંતવાણીમાં દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ છે.

- text