કોરોના અપડેટ : નવા 8 કેસ નોંધાયા, રેકોર્ડબ્રેક 31 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 83 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 480 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 1, મોરબી ગ્રામ્યના 3, વાંકાનેર ગ્રામ્યના 1, હળવદ ગ્રામ્યના 1, ટંકારા ગ્રામ્યના 1 અને માળિયા ગ્રામ્યના 1 મળી 8 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 22, વાંકાનેરના 1, ટંકારાના 6 અને માળિયાના 2 મળી રેકોર્ડબ્રેક 31 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 83 થઈ ગયા છે.

 

- text