ટંકારાના શક્તિનગર ગામે ફિલ્ડ બેઠુંને પોલીસ ત્રાટકી : આઠ જુગારી પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના શક્તિનગર ગામે જુગારનું ફિલ્ડ બરાબરનું જામે તે પહેલાં જ ટંકારા પોલીસ ત્રાટકતા જુગારની મોજ માણવા બેઠેલા આઠ જુગારીઓ રોકડા રૂપિયા 35,600 સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના તથા મદદનીશ પોલીસ અધીક્ષક અતુલકુમાર બંસલ અને સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.પી. સોનારાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટિમ જુગારની બદી ડામવા પ્રયત્નશીલ હતા ત્યારે ચોક્કસ બાતમીને આધારે શક્તિનગર ગામે શક્તિનગર પ્રાથમીક શાળા પાછળ ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.

- text

જુગારની રેડ દરમિયાન ભાવેશભાઈ સવજીભાઈ સંઘાણી, વિજયભાઈ હંસરાજભાઈ ભાગીયા, ચંદ્રકાંતભાઈ જસમતભાઈ સંઘાણી, ગણેશભાઈ કરશનભાઈ ભાગીયા, વસ્તાભાઈ મોતીભાઈ મુછારા, જીગ્નેશભાઈ ભવાનભાઈ પાલરીયા, જાદવજીભાઈ કરશનભાઈ ભાગીયા અને નરભેરામભાઈ જસમતભાઈ સંઘાણી રહે. તમામ શક્તિનગર ગામ વાળા રોકડા રૂપિયા 35,600 સાથે તિનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

જુગાર દરોડાની આ કામગીરી ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર, સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સટેબલ સાહીદભાઇ બસારતઉલ્લા સિદીકી, એ.એસ.આઇ. ભાવેશભાઈ ધીરજલાલ વરમોરા, કોન્સ્ટેબલ કૌશીકકુમાર રતીલાલ પેઢડીયા અને રમેશભાઈ માલાભાઈ રબારી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text