હળવદ તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં શાળા નં-4ના બે વિદ્યાર્થી વિજેતા બન્યા

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

હવે જિલ્લા કક્ષાના મહોત્સવમાં કૌશલ્ય બતાવશે

હળવદ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હળવદ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો હતો. આ કલા મહોત્સવમાં સરકારી અને ખાનગી શાળાના જે બાળકો અગાઉ હળવદ તાલુકાના કુલ 10 જેટલા સી.આર.સી.કેન્દ્રોમાં પ્રથમ નંબરે આવ્યા હતા તે તમામ બાળ કલાકારોએ તાલુકા કક્ષાની કુલ ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં 2 સ્પર્ધામાં હળવદની શાળા નં-4ના 2 વિદ્યાર્થી પ્રથમ નંબરે વિજેતા થયા છે.

કલા મહોત્સવમાં ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં શાળાની ધોરણ 8ની વિદ્યાર્થિની શિવાની મહેશભાઈ ચાવડાએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગાયન સ્પર્ધામાં શાળાના ધોરણ 8 ના બાળ કલાકાર ગૌરવ રમેશભાઈ રાઠોડે સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અન્ય એક સ્પર્ધા બાળ કવિમાં શાળાની ધોરણ 7ની બાળા વરમોરા ધ્રુવી જીતેન્દ્રભાઈએ તૃતિય સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વાધર્યું છે. ઉપરોક્ત બંને બાળકો સમગ્ર તાલુકામાં પ્રથમ આવતા બંનેને 500 રૂપિયા રોકડા અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

- text

વિજેતા વિદ્યાર્થીઓ આગામી તા.15મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લેવા જશે. આ તકે શાળા પરિવાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન અને તાલુકા બી.આર.સી મિલનભાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text