મોરબીના પંચાસર રોડ ઉપર પોલીસના તીન એક્કા : સાત જુગારી ગિરફ્તાર

- text


સીટી એ ડિવિઝન પોલીસે રાજનગર પાછળ નાની કેનાલ રોડ ઉપર મહાવીર એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડ્યો

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે ત્યારે ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસે રાજનગર પાછળ નાની કેનાલ રોડ ઉપર મહાવીર એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી કાયદાના તીન એક્કા કાઢી સાત જુગારીઓને રોકડા રૂપિયા 41,300 સાથે ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પંચાસર રોડ ઉપર રાજનગર પાછળ નાની કેનાલ રોડ ઉપર મહાવીર એપાર્ટમેન્ટ પાસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા જયેશભાઇ પ્રભુભાઇ સનીયારા, દુલેરાઇભાઇ જીવરાજભાઇ અંબાણી, કૌશીકભાઇ બેચરભાઇ ભોરણીયા, કલ્પેશભાઇ કેશવજીભાઇ પટેલ, મનોજભાઇ કાંતીભાઇ સવસાણી, જયેશભાઇ દેવજીભાઇ ભોરણીયા અને દેવશીભાઇ દેવાનણભાઇ પીઠીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 41,300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text