હળવદમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


હળવદ પોલીસની કાર્યવાહી : ૧૫૫૦૦ની રોકડ કબજે કરાઈ

હળવદ : હળવદ હાઈવે પર આવેલ જોગણી માતાજીના મંદિર પાસે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને હળવદ પોલીસે રૂપિયા ૧૫૫૦૦ની રોકડ સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હળવદ પી.આઈ. એમ.વી પટેલ તથા પો.સબ ઇન્સ. વી.આર.શુક્લ,મહેશભાઇ બાલાસરા સહિતના પોલીસ જવાનો દ્વારા હળવદમાં જોગણી માતાજીના મંદીર સામે જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેઇડ કરતા કુલ રૂ.૧૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ચારને પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ હતી.

- text

પોલીસ દ્વારા જુગારના પટમાથી આરોપી (૧) સીતાભાઇ રામાભાઇ રાઠોડ-હળવદ (૨) હિંમતભાઇ ખેતાભાઇ રાઠોડ, હળવદ (૩) લાલાભાઇ ધોકળભાઇ રાઠોડ, હળવદ (૪) સુલતાનભાઇ રામાભાઇ રાઠોડ-હળવદને ઝડપી લેવાયા હતા

- text