વિદ્યાર્થીઓનું ભણતર બગાડીને સેવાસેતુનો કાર્યક્રમ યોજતા વાલીઓમાં રોષ

- text


હળવદના રણજીતગઢમાં શાળામાં સેવાસેતુનો કાર્યક્રમ યોજવા વિદ્યાર્થીઓને રજા આપી દેતા વાલીઓમાં ભારે રોષ

હળવદ : સરકારનો સેવાસેતુ કાર્યક્રમ જનતાના હિત માટે જ હોય છે. પણ આ માટે બાળકોનું ભણતર બગાડવું કેટલા અંશે વાજબી છે ? એકની સેવા કરવા જતાં બીજાને તકલીફ પડે તેવી સ્થિતિ વચ્ચે હળવદના રણજીતગઢ ગામે બાળકોનું ભણતર બગાડીને સેવાસેતુનું આયોજન કરતા વાલીઓ રોષે ભરાયા હતા.

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે સેવા સેતુનો કાર્યક્રમ કરવા માટે શાળા સ્થળની તંત્ર દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જો કે આજે શનિવાર હોય અને શાળા ચાલુ હોય ત્યારે આ કાર્યક્રમ કરવો કેવી રીતે ? એનો પણ તંત્રએ તોડ કાઢી લીધો. શાળાના બાળકોને રજા આપી દીધી અને તંત્રએ કર્યો સેવાસેતુનો કાર્યક્રમ.આજે કોઈ તહેવાર ન હોય છતાં બાળકો ઘરે દેખાતા વાલીઓએ પૃચ્છા કરતા બાળકોનું ભણતર બગાડીને સરકારી કાર્યક્રમ કર્યો હોવાનું સામે આવતા વાલીઓમાં કચવાટ જોવા મળ્યો કે, તંત્રને આવા કાર્યક્રમ કરવા માટે ગામમાં એકેય સ્થળ ન મળ્યું કે શાળામાં કાર્યક્રમ કરવો પડ્યો !

- text

સેવા સેતુ ના કાર્યક્રમ યોજાય છે તે બરોબર છે પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસના ભોગે યોજવા આ કાર્યક્રમમાં કેટલા યોગ્ય ગણાય જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ લોકો એવું પણ જણાવી રહ્યા છે તે વિવિધ સરકારી કચેરીઓમાં જો સમયસર લોકોના કામ કરી દેવામાં આવે તો સેવા સેતુ ના કાર્યક્રમો યોજવા ન પડે.

- text