હળવદના સુંદરીભવાની ગામે ગૌવંશને લંપી વાયરસથી બચાવવા યુવાનો મેદાને

- text


રખડતા ગૌવંશને દવા તેમજ નીરણ નાખી મૃત્યુ પામેલ ગૌવંશને ભારે હૈયે સમાધિ આપી

હળવદ : હળવદના સુંદરીભવાની ગામે લંપી વાયરસને કારણે 15 જેટલા ગૌવંશ મૃત્યુ પામ્યા છે. તેથી આ ગાયોના મૃતદેહ જ્યાં ત્યાં રખડતા હોય વધુ ચેપી વાયરસ ન ફેલાય એ માટે ગામના યુવાનો આગળ આવીને મૃત્યુ પામેલ ગૌવંશને ભારે હૈયે સમાધિ આપી હતી અને રખડતા ગૌવંશને દવા તેમજ નીરણ નાખી બચાવવાનું સરાહનીય કાર્ય હાથ ધર્યું છે.

- text

હળવદના સુંદરીભવાની ગામના જાગૃત યુવાનો હાલ લંપી વાયરસને કહેરથી ગૌમાતા તેમજ ખાસ રખડતા ગૌવંશને બચાવવા તેમની વ્હારે આવ્યા છે. આ યુવાનોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ગામમાં રખડતા 15 જેટલા ગૌવસ મૃત્યુ પામ્યા છે. આ ચેપી વાયરસ હોવાથી વધુ ન ફેલાય એમ માટે જાગૃત યુવાનોએ મોતનો મલાજો જાળવી હિંદુ સંસ્કૃતિ મુજબ મૃત્યુ પામેલ ગાયોને સમાધિ આપી હતી. તેમજ રખડતા પશુઓને દવા અને રસીકરણ માટે પણ કાર્યવાહી થઈ રહી છે અને આ પશુઓના ખોરાકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text