મોરબીમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ : ધીમીધારે વરસતી મેઘકૃપા

- text


સવારથી ગાજવીજ સાથે પડતા વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

મોરબી : મોરબી જિલ્લામાં હવે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય આજે સવારથી આકાશમાં છવાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે મેઘો મંડાયો છે અને ધીમીધારે મેઘકૃપા વરસી રહી છે. સવારથી ગાજવીજ સાથે પડતા વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા છે.

મોરબી જિલ્લામાં આજે સવારે 8 વાગ્યાએ વરસાદી માહોલ વચ્ચે છાટા પડ્યા હતા અને થોડીવારે એકદમ ધીમીધારે વરસાદ પડ્યો હતો. બાદમાં વિરામ બાદ 11 વાગ્યા પછી ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને 12 વાગ્યા પછી ગાજવીજ સાથે વરસાદ એકરસ બની ગયો હતો. આથી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. પ્રથમ વરસાદથી જિલ્લામાં મોટાભાગનું વાવણી કાર્ય પૂરું થઈ ગયું છે. ત્યારે હવે ધીમીધારે વરસતો વરસાદ ખેતી માટે અનુકૂળ હોવાથી મૌલાત માટે જીવતદાન બની રહેશે.

- text

- text