ટંકારામાં મહોરમ નિમિત્તે બાળકોને ઠંડા પીણાં, નાસ્તાનું વિતરણ

- text


શાહે મદિના સબિલ કમીટી દ્વારા રોજ કરાય છે સેવાકીય કાર્ય

ટંકારા : ટંકારા શાહે મદીના સબિલ કમીટી દ્વારા મહોરમ તહેવાર નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, દુધ દહીની લચ્છી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરી વિતરણ કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ સબીલ પણ ઉભા કરવામાં આવ્યા છે.

મુસ્લિમ બિરાદરોના મોહરમ માસના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે માતમના તહેવારના એક અઠવાડિયા પહેલા જ ટંકારા શહેરના ટાઉન વિસ્તારમાં અને ગામો ગામ શેરી-મહોલ્લાઓમાં સબિલ ઉભા કરી ઈમામ હુસેનની કરબલાની પ્યાસને યાદ કરી રાહદારી અને બાળકોથી લઇ મોટેરાની જઠરાગ્નિને ઠારવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે.

આ ઉપરાંત ટંકારા શાકમાર્કેટ મેઈન બજાર મુમનાવાસ, ઝુમઝુમ નગર, નગરનાકા રોડ, સામબાની ચક્કી વાળી શેરી, સરકારી હોસ્પિટલની બાજુમાં સબીલો ઉભા કરી સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે.

- text

- text