ટંકારાની સાવડી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને બાળ મજુરી કાયદા અંગે માર્ગદર્શન અપાયું

- text


એફ્પો સંસ્થાના બેનર હેઠળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામે હાઈસ્કૂલ ખાતે એફ્પો સંસ્થાના બેનર હેઠળ શાળા મુલાકાત કરી વિદ્યાર્થીઓને લાઈફ સ્કિલ અને
સશકત સમાજમાં એમની જવાબદારી વિશે જાણકારી આપી બાળ મજૂરી વિરોધી કાયદા અંગે સમજુત કરાયા હતા.

એક્શન ફોર ફુડ પ્રોડક્શન (એફ્પો) સંસ્થા હેઠળ ચાલતા બેટર કોટન સ્ટાન્ડર્ડ સિસ્ટમ પ્રોજેક્ટના ડિસેન્ટ વર્ક તળે બાળ મજુરી કાયદો, અભ્યાસનુ જીવનમાં મહત્વ જેવા અનેક વિષયો પર એફએફ જયેશ ભટાસણાએ ચર્ચા કરી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો અને સાથી મિત્રોને સહયોગી બની સમાજનુ નિર્માણ અને પરીવારનુ પાલન પોષણ વર્તમાનમાં સાંપ્રત પ્રવાહ વિશે વ્યંગનાતમક આગવી શૈલીમાં જણાવ્યું હતું. અંતમા શાળાના આચાર્ય અને શિક્ષકો તથા સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text