મોરબી પાલિકાના 663 રોજમદાર કર્મીઓને જન્માષ્ટમીએ દિવાળી

- text


રોજમદાર કર્મીઓના પગારમાં વધારો, રૂ.474 જેટલું દૈનિક ભથ્થું કરી અપાતા અધિકારી અને પધાધિકારીઓનું સન્માન કરાયું

મોરબી : મોરબી નગરપાલિકાના 663 જેટલા રોજમદાર કર્મીઓનું દૈનિક રોજ વધાર્યું છે. હાલ મોંઘવારીને ધ્યાને લઈને રોજમદાર કર્મીઓનું રૂ.474 જેટલું રોજ કરી આપવામાં આવતા જન્માષ્ટમીએ દિવાળી જેવા માહોલ વચ્ચે કર્મચારીઓ દ્વારા અધિકારી અને પદાધિકારીઓનું સન્માન કરાયું હતું.

મોરબી નગરપાલિકામાં મોટાભાગના કર્મચારીઓ રોજમદાર તરીકે કામ કરે છે. જેમાં મોરબી નગરપાલિકામાં સફાઈ સહિતના કામ કરતા 663 જેટલા રોજમદાર કર્મીઓનું દૈનિક રોજ ઓછું હોવાથી મોંઘવારી મુજબ વારંવાર રોજ વધારવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને છેલ્લા ચાર મહિનામાં સરકારના ધારાધોરણ મુજબ આ કર્મીઓનો પગારવધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ રૂ 305 રોજ હતું. આથી ફ્રેબ્રુઆરીમાં રૂ.389 અને તાજેતરમાં આ રોજમદાર કર્મીઓનું દૈનિક રોજ રૂ.474 કરી આપતા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ જયરાજસિંહ ઝાલા, કારોબારી ચેરમેન સુરેશ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text