મોરબી સહિત ગુજરાતના 4 ન્યાયાધીશને તાકીદની અસરથી પ્રિમેચ્યોર નિવૃત્તિ અપાઈ

- text


 

મોરબી : હાઇકોર્ટની ભલામણના પગલે ગુજરાત રાજ્યપાલના હુકમથી મોરબી સહિત રાજ્યના 4 ન્યાયાધીશને તાકીદની અસરથી પ્રિમેચ્યોર નિવૃત્તિ અપાઈ છે.

ગુજરાત રાજ્યના લીગલ ડિપાર્ટમેન્ટે એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં મોરબીના એડિશનલ ડીસ્ટ્રીકટ જજ સંગીતાબેન જોશી, ભાવનગરના ફોર્થ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાજેશકુમાર મોદી, ભુજ કચ્છના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ અવિનાશ ગુપ્તા અને આણંદના સિક્સ્થ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમૃતલાલ ધામાણીને ગુજરાત હાઇકોર્ટની ભલામણના પગલે ગુજરાત રાજ્યપાલના હુકમથી તાકીદની અસરથી જાહેર હિતમાં પ્રીમેચ્યોર રીટાયરમેન્ટ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

 

- text