નાના જડેશ્વર ખાતે ભોળાનાથની પૂજા-અર્ચના કરતાં ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ

- text


મોરબીઃ તા. 31 જુલાઈ ને રવિવારના રોજ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે ધર્મ પત્ની મૃદુલાબેન સાથે દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ખાતે આવેલ નાના જડેશ્વર ખાતે શ્રાવણ માસ નિમિતે ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા.

મોરબી જિલ્લાના સજનપર ગામની પાસે સીમમાં આવેલ નાના જડેશ્વર મંદિર ૧૦૦ વર્ષ જૂનું છે. શ્રાવણ માસમાં રોજ હજારોની સંખ્યામાં લોકો શિવજીના દર્શન અને તેની પૂજા અર્ચના કરવા જતા હોય છે. આ મંદિરે આખા શ્રાવણ માસ દરમ્યાન લગભગ ૨૦૦ થી વધારે બ્રાહ્મણો “ૐ નમઃ શિવાય” ના જાપ આખો દિવસ કરતા હોય છે. આ નાના જડેશ્વર મંદિરે રોજ બપોરે લગભગ ૩ થી ૪ હાજર માણસો લાડુ, બટેકાનું શાક, દાળ – ભાત, પુરી, સંભારો, છાસ વગેરેનો મહાપ્રસાદ લેતા હોય છે. જયારે રવિવાર અને સોમવારે તો લગભગ ૮ થી ૯ હાજર લોકો આ પ્રસાદનો લાભ લેતા હોય છે તેવું મંદિરના પૂજારી ભરતભાઈએ જણાવ્યું હતું.

આ નાના જડેશ્વર ખાતે મોરબીના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો જેવા કે, ઓધવજીભાઈ પટેલ, જેરામ અદા, કાનજીભાઈ હોથી, બેચરભાઈ પટેલ, ભવાન બાપા, ડી કે પટેલ, ઠાકરશીભાઈ પટેલ, ભગવાનજીભાઈ પટેલ, ડો. ચારોલા, વલમજીભાઈ પટેલ , આંબાલાલા સાહેબ વગેરે મહાનુભવો નિયમિત દર્શન માટે જતા.

- text

નાના જડેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ હોય ચોમાસાના વાતાવરણમાં ડુંગરા ઉપર ઘાસ ઉગવાને કારણે લીલાછમ ડુંગરાઓમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે અને જાણે કોઈ હિલ સ્ટેશન હોય તેવો માહોલ જોવા મળે છે. તેથી લોકો પીકનીક માટે નિયમિત અહીંયા આવે છે અને સાથે શિવજીના દર્શન કરતા જાય છે. મોરબીના અનેક ઉદ્યોગપતિઓ જેવા કે રંગપરીયા સાહેબ, ચુનીભાઈ પટેલ, દિનેશભાઈ મારવાણીયા, કાંતિભાઈ પટેલ, જયસુખભાઇ પટેલ જેવા અસંખ્ય લોકો આ શિવ મંદિર ઉપર અપાર આસ્થા ધરાવે છે.
શ્રાવણ મહિનામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા અને મહાદેવને રીઝવવા અહીં આવે છે અને અહીં આવવાથી શારીરિક શાંતિ તથા માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

- text