મોરબીના વેજીટેબલ રોડ ઉપર સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

- text


એક્ટિવા ધીમું ચલાવવા ઠપકો આપતા બબાલ : સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ગાળાગાળી બાદ મારામારી થતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા કનકસિંહ તકુભા ઝાલાએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વનરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ સોસાયટીના શિવમંદિરે પૂજા કરવા ગયા ત્યારે દૂધ ભૂલી જતા તેમનો પુત્ર ધ્રુવરાજસિંહ દૂધ દેવા આવતો હતો ત્યારે તેમની સોસાયટીમાં જ રહેતા વનરાજસિંહ ઝાલાએ તેમના પુત્રને અટકાવી તું કાલે ઝઘડો કરવા આવવાનો હતો તેમ કહી અટકાવી ગાળો આપી હતી. જેથી ફરિયાદી કનકસિંહ વનરાજસિંહને સમજાવવા જતા આરોપીએ લાકડાના ધોકા વડે બન્નેને માર મારતા ઇજાઓ પહોંચી હતી. અને ઝઘડામાં વચ્ચે છોડાવવા આવેલા કનકસિંહના પત્નીને પણ ધક્કો મારી આરોપીએ પછાડી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

બીજી તરફ વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ વળતી ફરિયાદ નોંધાવી પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે આરોપી ધ્રુવરાજસિંહ એક્ટિવા ફૂલ સ્પીડે ચલાવી નીકળતા અહીં નાના બાળકો રમતા હોય એક્ટિવા ધીમે ચલાવવા ઠપકો આપતા કનકસિંહ અને તેમના પુત્રએ ઝઘડો કરી બાજુમાં મકાનનું કામ ચાલતું હોય ત્યાંથી ત્રાપા ટેકાનો ટેકો કાઢી માથામાં તથા પગમાં ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text