ટંકારા ઓમ વિદ્યાલયના મોરપંખમાં પિંછું ઉમેરાયું : સ્વિમિંગ પુલનું કરાયું ઉદધાટન

- text


ટંકારા : ટંકારા ઓમ વિદ્યાલયમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શાળામાં બનાવેલ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરાયું હતું.આ સ્વિમિંગ પુલમાં કે.જી. થી ધોરણ 3 સુધીના બાળકો સ્વિમિંગ કરાવાશે. બાકીના ધોરણના વિધ્યાર્થીઓનો ક્રમશઃ વારો લેવામાં આવશે.

શ્રાવણ માસના પ્રથમ દિવસે શાળામાં બનાવેલ સ્વિમિંગ પુલની શરૂઆત શાળાની સ્થાપના 2011 થી હાલ પણ શાળામાં કાર્યરત એવા વર્ગ-૪ના બે કર્મચારી જાડેજા દશરથસિંહ અને પ્રભાબેન ઝાલરીયાના હસ્તે કરવામાં આવી હતી. બાકીના ધોરણનો હવે ક્રમશઃ વારો આવશે.

બાળક શિક્ષણની સાથે સ્વિમિંગ તેમજ વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરી સર્વાંગી વિકાસ થાય તે અર્થ ટૂંક સમયમાં જ શાળામાં વિવિધ એક્ટિવિટી માટેનો એડવેન્ચર પાર્ક પણ શરૂ કરવા આવશે.તેમ શાળાના કેમ્પસ ડાયરેકટર પ્રજ્ઞાબેન ઘેટિયાએ જણાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ બાળકોને સતત કઈ નવું મળતું રહે તે અર્થ હરહંમેશ પ્રયત્નશીલ એવા શાળાના આચાર્ય રાજલભાઈ અઘારા અને સમગ્ર શિક્ષક ટીમને અભિનંદન પાઠવેલ અને પ્રોત્સાહિત કરેલ હતા.

- text

- text