વાંકાનેરના રાતાવીરડા ગામે મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, દસની ધરપકડ

- text


પોલીસે રોકડ રૂ.-૬૦,૫૦૦, મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂ.૩,૧૫,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી ત્યાં તીનપતીનો જુગાર રમતા દસ આરોપીઓને રોકડ રૂ.-૬૦,૫૦૦ તથા મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂપીયા ૩,૧૫,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પો.હેડ કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ હરીચન્દ્રસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાક મકાનમાં જુગાર અંગે રેઇડ કરી ગંજીપતા તથા પૈસાવતિ જુગાર રમતા જીતુ ઉર્ફે જીતો લાખાભાઇ વીરસોડીયા (ઉવ.૨૭ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી), ઉમેશભાઇ ઉર્ફે લાલો વેલજીભાઇ બાવરવા (ઉવ.૩૨ રહે.માટેલ તા.વાંકાનેર જી.મોરબી), ધનજીભાઇ દિનેશભાઇ ઉકેડીયા (ઉવ.રર રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી), ભરત ઉર્ફે મુન્નો ભગવાનજીભાઇ ઝીઝુવાડીયા (ઉવ.૩૧ રહે.રાતાવીરડા તા.વાંકોનર જી.મોરબી), મહેશભાઇ જીણભાઇ મેરજીયા (ઉવ.ર૮ રહે.રાતાવીરડા તા.વાંકોનર જી.મોરબી મુળ ગામ અમરનગર તા.કડી જી.મહેસાણા) વિવેકભાઇ દિનેશભાઇ ડોડીયા (ઉવ.ર૩ રહે.હાલ ફીરોજા સીરામિક રાતાવિરડા તા.વાંકાનેર જી.મોરબી), દેવેન્દ્રભાઇ ઓમપ્રકાશ (ઉવ.૩૧ રહે.હાલ રાતાવિરડા કેપરોન સીરામિકમાં મુળ ગામ ગણેશખેડા પોસ્ટ બુડદા તા.પહોરી જી.શીવપુરી રાજય મધ્યપ્રદેશ), ગોંવિદભાઇ ગીરધરભાઇ સરાવાડીયા (રહેમાટેલ), દેવજીભાઇ રામસંગ રીબડીયા (રહે રાતાવીરડા), કીશનભાઇ પ્રેમજીભાઇ અબાસણીયા (રહે રાતાવિરડા)ને રોકડ રૂ.-૬૦,૫૦૦ તથા મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂપીયા ૩,૧૫,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text