જોખમી રીતે ચાલતા વધુ 17 વાહનો સામે પોલીસે કરી કડક કાર્યવાહી

- text


મોરબીઃ મોરબી શહેરમાં બેફામ રીતે અને રસ્તા પર ચાલતા લોકોને જોખમ ઉભું થાય તે રીતે વાહન હંકારતા હોવાની ફરિયાદો વધી રહી છે ત્યારે ગઈ કાલે મોરબી તાલુકા પોલીસે આવા 52 વાહનો સામે કાર્યવાહી કર્યા બાદ આજે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વધુ 17 વાહનો સામે કડક કાર્યવાહી કરીને આવા વાહનચાલકોને કાયદાનું ભાન કરાવ્યું છે.

- text

મોરબી એ ડિવિઝન વિસ્તારમાં આવેલા અકસ્માત ઝોન વિસ્તાર કે જ્યાં અકસ્માતના વધુ પ્રમાણમાં બનાવો બની રહ્યા છે તેવા અલગ અલગ વિસ્તારમાં ટીમો બનાવીને સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. અને બેફામ રીતે કાયદાનો ભંગ કરીને વાહનો હંકારતા 17 વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ હાઈવે રોડ ઉપર આવેલ (૧) વાવડી ચોકડી (ર) પંચાસર ચોકડી (૩) દલવાડી સર્કલ (૪) રાજપર ચોકડી (૫) વીશીફાટક થી મયુર બ્રીજ તરફ જતા આવતા રોડ પર રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો પર તથા ઓવર સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકો પર કાર્યવાહી કરાઈ છે. સઘન વાહન ચેકીંગ કરી રોંગ સાઈડમાં માણસોની જિંદગી જોખમાય તે રીતે પુર ઝડપે અને બેફામ રીતે વાહન ચલાવનારા તેમજ રોડ વચ્ચે ટ્રાફીકને નડતર રૂપ વાહનો પાર્ક કરતા કુલ-૧૭ વાહન ચાલકો વિરુધ્ધ આઈ.પી.સી.કલમ-૨૭૯ તથા ૨૮૩ મુજબનો ગુનો નોંધી તથા કુલ-૫ વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એક્ટ-૨૦૭ મુજબનો આર.ટી.ઓ મારફત તેમજ એન.સી,દંડ વસુલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરી છે.

- text