વાંકાનેરમાં જુગાર રમતા સાત ઝડપાયા : એક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગતરાત્રે કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી ત્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે વાંકાનેર પોલીસના દરોડા દરમિયાન એક આરોપી નાસી છૂટ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ એન.એ.વસાવા તથા સર્વેલન્સ ટીમના માણસો જુગારની બદી દૂર કરવા માટે પ્રત્યનશીલ હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ શક્તિસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઇ ભુરાભાઈ સોલંકીને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે,વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જાહેરમા ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે પોલીસે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરી જુગાર રમતા રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી, મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર, મેહુલભાઈ વિનયચંદ મારૂ, અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા, ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી, દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા, રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયાને રોકડા રૂપીયા ૧૦,૫૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા ફરાર થઈ જતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text