કેરાળા ગામે ભુલા પડી ગયેલા મોરબીના દિવ્યાંગ બહેનનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

- text


વાંકાનેર : વાંકાનેરમાં કેરાળા ગામે ભુલા પડી ગયેલા મોરબીના દિવ્યાંગ બહેનનો તેમના પરિવાર સાથે વાંકાનેર સિટી પોલીસે મિલાપ કરાવી માનવતાવાદી કાર્ય કર્યું છે.

વાંકાનેરના કેરાળા ગામના સરપંચ આરીફભાઈ બાદીએ વાંકાનેર સીટી પો.સ્ટે ખાતે જાણ કરી હતી કે કેરાળા ગામે જાપા પાસે આશરે ૪૦ થી ૪૫ વર્ષના બહેરા-મુંગા એક બહેન ભુલા પડી ગયેલ છે. તેવુ જણાવતા પો.સ્ટેના સી-ટીમના માણસો તેમજ પી.સી.આર વાહને જઈને તેઓને પો.સ્ટે. લઈ આવવામાં આવ્યા હતા. તપાસ કરતા મહીલાનુ નામ ખૈરૂનબેન નજીરભાઈ ભટ્ટી રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદા હોલની પાસે તા.જી.મોરબીવાળા હોવાનુ જણાવતા તેઓના પરીવારજનોની તપાસ કરી તેના પરીવાર સાથે મીલાપ કરાવ્યો હતો.

- text

આ કામગીરીમાં એ.એસ.આઈ ભુપતભાઈ અજુભાઈ પરમાર, પો.હેડ.કોન્સ જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, પો.કોન્સ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ હરીસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, મહીલા પો.કોન્સ રેશ્માબેન મહમદઈકબાલ સૈયદ તથા સંગીતાબેન બાબુભાઈ નાકીયા જોડાયેલ હતા.

- text