મોરબી: પી.જી.પટેલ કોલેજમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


 

મોરબી: જિલ્લાની પી.જી.પટેલ કોલેજમાં આજ રોજ 23 જુલાઈ ને શનિવારે વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જન શક્તિ ખીલે તેવા ઉમદા આશયથી સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શનથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓએ અલગ અલગ થીમ પર મનમોહક અને ખુબ જ સુંદર ચિત્રો દોર્યા હતા. જેમાંથી પ્રથમ ક્રમાંકે ચોરસિયા સપના, દ્વિતિય ક્રમાંકે પિત્રોડા શ્વેતા અને તૃતિય ક્રમાંકે કાવર જાનવી તેમજ કોન્સોલેશન તરીકે નિમાવત નૈમિષ રહ્યા હતા.

તમામ વિજેતાઓને કોલેજ તરફથી ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ સહીત તમામ સ્ટાફગણે વિજેતા થયેલ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text