મોરબીમાં ખાનગી ડોક્ટરોની હડતાલ : કલેકટરને આવેદન અપાયું

- text


આઈ.એમ.એ.ના નેજા હેઠળ તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતની તમામ તબીબી સુવિધા બંધ રાખી તબીબોએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન આપ્યું

મોરબી : મોરબીની તમામ ખાનગી હોસ્પિટલોએ આજે આઈસીયુને હોસ્પિટલમાં ગાઉન્ડ ફ્લોરમાં ખસેડવાના સરકારના નિર્ણયના વિરોધમાં આજે એક દિવસની હડતાલ પાડી હતી. આઈ.એમ.એ.ના નેજા હેઠળ તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતની તમામ તબીબી સુવિધા બંધ રાખી તબીબોએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન આપ્યું હતી.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાન્ચના જણાવ્યા મુજબ તાજેતરમાં હાઇકોર્ટે તમામ હોસ્પિટલમાં ઉપરના માળે રહેલા ગંભીર દર્દીઓ માટે મહત્વના આઈસીયુને હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં માત્ર 7 દિવસમાં ખસેડી લેવાનો હુકમ કર્યો છે. આ હુકમ સામે ખાનગી તબીબીઓ વિરોધ નોંધાવ્યો છે. ખાનગી ડૉક્ટરોના કહેવા મુજબ આ નિર્ણય ખુદ દર્દીઓ માટે જ હાનિકારક હોય છે. એક તો આઈસીયુમાં ઇમરજન્સી દર્દીઓની સારવાર કરાતી હોય છે. તેથી સેફ જગ્યા અને દર્દીઓ સાજા થાય તેવી અનુકૂળ જગ્યા હાલ જે તે હોસ્પિટલમાં આઈસીયુ કાર્યરત છે. પણ નીચે ગાઉન્ડ ફ્લોરમાં ખસેડી લેવાથી ઇમરજન્સી દર્દીઓને ચેપ લાગવાની શકયતા છે. કારણે નીચે લોકોની ભીડ હોય છે અને ગાઉન્ડ ફ્લોરમાં આઈસીયુને શિફ્ટ કરી શકાય તેટલી જગ્યા પણ હોતી નથી.

- text

સરકારના આ નિર્ણયના વિરોધમાં ગુજરાતની ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાન મુજબ આજે મોરબી ઇન્ડિયન મેડિકલ એસો.ના નેજા હેઠળ તમામ ખાનગી હોસ્પિટલોએ આજે સજ્જડ હડતાલ પાડી હતી.જેમાં તમામ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી, ઇમરજન્સી, ઓપરેશન સહિત તમામ તબીબી સેવા બંધ કરી દેવાઈ હતી. ખાનગી હોસ્પિટલમાં આજે સંપૂર્ણપણે હડતાલ પાડવામાં આવી હતી અને આઈ.એમ.એ.ના નેજા હેઠળ તમામ ખાનગી તબીબોએ વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદન આપી સરકારને આ દર્દીઓ માટે હાનિકારક નિર્ણય પરત ખેંચવાની માંગ કરી હતી.જો કે ખાનગી હોસ્પિટલમાં હડતાલ હોવાથી મોટાભાગના દર્દીઓને સિવિલમાં શિફ્ટ કરાયા હોવાનું કહેવાયું હતું. પણ હાલ રોગચાળો હોય એટલે દર્દીઓ વધુ હોય તેમજ ઇમરજન્સી દર્દીઓને હાલાકી પડી હતી.

- text