આઈસીયુને ગાઉન્ડ ફ્લોર ઉપર લેવાના નિર્ણયના વિરોધમાં કાલે શુકવારે મોરબીની તમામ ખાનગી હોસ્પિટલોની હડતાલ 

- text


શહેરની તમામ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી, ઇમરજન્સી, ઓપરેશન સહિત તમામ તબીબી સેવા બંધ રહેશે. આ તમામ તબીબી સેવા સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાશે

મોરબી : રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઉપરના માળેથી આઇસીયુ નીચે એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં માત્ર 7 દિવસમાં સ્થળાંતર કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ નિર્ણયને વિરોધમાં ગુજરાત ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા આવતીકાલે શુકવારે રાજ્ય વ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જેમાં આઈસીયુને ગાઉન્ડ ફ્લોર ઉપર લેવાના નિર્ણયના વિરોધમાં કાલે શુકવારે મોરબીની તમામ ખાનગી હોસ્પિટલો પણ હડતાલ પાડશે.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાન્ચના સેક્રેટરી જયદીપભાઈ કચારોલા જણાવ્યું હતું કે, ગુજરાતની આઈ.એમ.એ.બ્રાન્ચ દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે આવતીકાલે સવારે 8 વાગ્યાથી 24 કલાક એટલે એક દિવસ સુધી મોરબીની તમામ ખાનગી હોસ્પિટલો હડતાલ પાડશે. જેમાં શહેરની તમામ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી, ઇમરજન્સી, ઓપરેશન સહિત તમામ તબીબી સેવા બંધ રહેશે. આ તમામ તબીબી સેવા સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાશે. જો કે જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય એટલે દાખલ દર્દીઓની સારવાર ચાલુ રહેશે.

- text

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ હડતાલ અને વિરોધ દર્દીઓના હિતમાં જ છે. કેમ કે, દરેક હોસ્પિટલમાં ઉપરના માળે ખૂબ જ સૈફ જગ્યાએ આઈસીયું હોય છે. પણ ગંભીર દર્દીઓ હોય એના માટે ખૂબ જ ચુસ્તતા જળવવી પડે છે. જો ઉપરના માળેથી નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં આઇસીયુ લેવાશે તો દર્દીઓને ચેપ લાગવાની શકયતા હોય છે. કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ભીડ વધુ હોય છે. આઈસીયું શિફ્ટ કરી શકાય એટલી ત્યાં જગ્યા પણ નથી હોતી અને 7 દિવસમાં આઇસીયુ ગ્રાઉન્ડ ફ્લોરમાં શિફ્ટ કરવું શક્ય પણ નથી. આઈએમએ સાથે ચર્ચા કર્યા વગર આ નિર્ણય લેવાયો તેના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે.

- text