હળવદના કેદારીયા ગામે બઘડાટી બોલવા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાઈ

- text


સરપંચ આણી મંડળીએ બાઇક ઝડપથી ચલાવવા મુદ્દે છ વ્યક્તિને માર માર્યો હતો

હળવદ : હળવદના કેદારીયા ગામે ત્રણેક દિવસ પૂર્વે બાઇક ઝડપથી ચલાવવા મુદ્દે સરપંચ આણી મંડળી દ્વારા કહેર વર્તાવી બે મહિલા સહિત છ લોકોને માર મારતા ફરિયાદ નોંધાયા બાદ સરપંચપક્ષ દ્વારા પણ વળતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કેદારીયા ગામે રહેતા મુનેશભાઈ ઉર્ફે મુન્નો વિઠ્ઠલભાઈ શિહોરાએ તેમના જ ગામના કાન્તીભાઈ અમરાભાઈ કોળી, કિશન અમરાભાઈ કોળી, પ્રવીણભાઇ સોમાભાઇ કોળી, ચેતનભાઈ ભરતભાઈ કોળી, લાલજીભાઈ શવશીભાઈ કોળી અને દિલીપભાઈઅમરાભાઈ કોળી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી કાન્તીભાઈ અમરાભાઈ કોળી બાઇક ઝડપથી ચલાવતો હોય સરપંચ વિષ્ણુભાઈએ બાઇક ધીમું ચલાવવાનું કહેતા ઝઘડો કર્યો હતો અને અન્ય લોકોએ સાથે મળી હુમલો કર્યો હતો.

- text

આ મામલે હળવદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text