મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા “યુવા જોડો બુથ જોડો”ની બેઠક યોજાઇ

- text


મોરબી : કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા યુવા જોડો બુથ જોડોની બેઠક યોજાઇ હતી.બુથને મજબૂત કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી ખાતે યુવા કોંગ્રેસના કાર્યકરની મીટીંગ મળી હતી. આ મીટીંગમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને યુવા જોડો, બુથ જોડોને દરેક યુવા કોંગ્રેસના આગેવાન વધુ મજબુત થાય, બુથ લેવલ કૉંગ્રેસપક્ષ વધુ મજબૂત બને તે બાબતે માહિતી આપી હતી.

બુથ મજબુત કરવા હાકલ કરી હતી. આ કાર્યકમને સફળ બનવા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા,મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને મોરબી માળિયા વિધાનસભાના ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરૂ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text