પંચાસર રોડ ઉપર ખાડા બુરતી વખતે ટ્રેકટરની ટ્રોલી ઊંઘી વળી ગઈ

- text


મોરબી : મોરબી નગર પાલિકા દ્વારા હાલ વિવિધ વિસ્તારોમાં પાણી નિકાલ અને ખાડા બુરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં પંચાસર રોડ ઉપર હાલ ખાડા બુરવાની કામગીરી દરમિયાન ટ્રેકટરની માટી ભરેલી ટ્રોલી ઊંઘી વળી ગઈ હતી.જો કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા લોકોએ આ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પંચાસર રોડ ઉપર અગાઉ કોન્ટ્રાકટર દ્વારા ભૂગર્ભના પાઇપ નાખવામાં આવ્યા હતા અને એના ઉપર હમણાંથી ભારે વરસાદ પડતાં જ્યાં જ્યાં પાઇપ નાખ્યા હતા ત્યાં રોડની બદતર પરિસ્થિતિ થઈ ગઈ હતી અને રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા હતા. દરમિયાન આજે કોન્ટ્રાકટરે ખાડા બુરવા માટે કામગીરી શરૂ કરી હતી. જેમાં એક મોરમ માટી ભરેલું ટ્રેકટરની ટ્રોલી ઊંઘી વળી ગઈ હતી. જો કે કોઈને નુકશાન થયું ન હતું.

- text

- text